25 અને જ્યાં હુધી ઈ દીકરો નો જણે ન્યા હુંધી ઈ બેય ભેગા થયા નય: અને એણે એનું નામ ઈસુ પાડયું.
તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.”
તઈ યુસફ નીંદરમાંથી જાગીને પરમેશ્વરનાં સ્વર્ગદુતની આજ્ઞા પરમાણે એને પોતાની બાયડી બનાવીને પોતાના ઘરે લીયાવો.
જોવ, તને ગર્ભ રેહે અને દીકરો થાહે અને તુ એનુ નામ ઈસુ પાડજે.
જઈ બાળકના જન્મના આઠ દિવસ પુરા થયા પછી એની સુન્નત કરવાનો વખત આવ્યો. તઈ તેઓએ એનુ નામ ઈસુ પાડયુ, જે નામ મરિયમ ગર્ભવતી નોતી ઈ પેલા સ્વર્ગદુતે પાડયુ હતું.
અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.
કેમ કે, જેને એણે પેલાથી જ ગમાડી લીધો છે એને પેલાથી જ પાકુ કરી લીધું કે, ઈ પોતાના દીકરાની જેવો થય જાહે, જેથી એનો દીકરો ઘણાય બધાય ભાઈઓની વસે પેલો થાહે.