16 અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો.
અલીહુદનો દીકરો એલાઝાર, એલાઝારનો મથ્થાન, મથ્થાનનો દીકરો યાકુબ,
તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”
તઈ ઈસુએ ચેલાઓને સેતવણી આપીને કીધુ કે, “હું મસીહ છું, ઈ તમારે કોયને કેવું નય.”
તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે.
ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?”
પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”
“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી.
ઈ એક કુવારી હારે વાત કરવા ગયો, જેના લગન કરવા હાટુ એક યુસફ નામના માણસ હારે વેવાળ કરયો હતો, જે દાઉદ રાજાના કુળની હતી, ઈ કુવારીનું નામ મરિયમ હતું.
ઈ જોયને એના માં-બાપ સોકી ગયા, અને એની માંએ એને પુછયું કે, “દીકરા, તે અમારી હારે આવી રીતે કેમ કરયુ? જો હું અને તારો બાપ હેરાન થયને તને ગોતતા હતા.”
અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.
જઈ ઈસુ પોતે પરસાર કરવા લાગ્યો તઈ ઈ આશરે ત્રીસ વરહનો હતો. જેમ લોકો વિસારે છે કે, ઈસુ યુસફનો દીકરો હતો, અને યુસફ એલીનો દીકરો હતો;
પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”
બાયે એને કીધું કે, “હું જાણું શું કે, મસીહ (જે મસીહ કેવાય છે,) આવવાનો છે, જઈ ઈ આયશે, તો આપણને બધીય વાતો બતાયશે.”