7 હવે હેરોદ ગાલીલ જિલ્લાનો રાજા હતો, જે કાય થાતું હતું એની વિષે બધુય હાંભળીને ઈ મુજવણમાં હતો કેમ કે, કેટલાક લોકો કેતા હતાં કે, યોહાન જળદીક્ષા દેનાર પાછો જીવતો થયો છે.
ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે પણ બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છે.”
“અને સુરજ, સાંદો અને તારાઓમાં એક ઘટના જોવા મળશે, અને જમીન ઉપર દેશ અને જાતિના લોકો ઉપર સંકટ થાહે; કેમ કે, તેઓ દરિયામાં તોફાનો અને હોનારત જેવું ચાલુ થયેલા જોયને, ગભરાય જાહે.
રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.
ચેલાઓએ જવાબ દીધો કે, “યોહાન જળદીક્ષા દેનાર છે પણ કેટલા લોકો એમ કેય છે કે, તું એલિયા આગમભાખીયો છો કોય કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છો, જે પાછો જીવી ઉઠયો છે.”