અને ઈસુના ચેલાઓ ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ લોકોને હારા હમાસાર હંભળાવી. પરભુ ઈસુએ તેઓને સામર્થ્ય આપ્યુ, અને તેઓની દ્વારા કરવામા આવ્યા સમત્કાર આ સાબિત કરતાં હતાં કે, એનો સંદેશો હાસો હતો. આમીન. જેનો અરથ છે આવુ જ થાય.
પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.