59 એક બીજા માણસે ઈસુને કીધુ કે, “હે પરભુ, પેલા મને ઘરે જાવા દયો કે, હું જયને, મારા બાપને મરયા પછી દાટી દવ અને પછી હું તારો ચેલો બનય.”
પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
પણ પેલા તમે પરમેશ્વરનાં રાજ્યને ગોતો, તો ઈ તમને હારી વસ્તુઓ પણ મળી જાહે.
ન્યાથી થોડાક આગળ જાતા ઈસુએ માથ્થી નામના એક માણસને દાણની સોકી ઉપર બેઠેલો જોયો, અને ઈસુએ એને કીધું કે, “તું મારી વાહે આવ.” તઈ ઈ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.
ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.”