58 ઈસુએ એને કીધું કે, “શિયાળયાને બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”
બધાય બી કરતાં ઈ નાનું હતું, પણ પછી બધાય છોડવા કરતાય ઈ મોટુ ઝાડ થયુ એને એવ્યું મોટી ડાળ્યું આવ્યું કે, આભના પંખીઓએ એની ડાળ્યું ઉપર માળો બાંધ્યો.”
તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”
તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.