56 પછી તેઓ બીજે ગામ ગયા.
સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.
કેમ કે, હું માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા આવ્યો છું.
જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”
પણ હું તમને કવ છું કે, શેતાન હોય એની વિરુધ નો થાઓ, પણ જે કોય તારા જમણા ગાલ ઉપર લાફો મારે તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો.
કેમ કે, હું, માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા, અને તેઓને અનંતકાળના દંડથી બસાવવા હાટુ આવ્યો છું.”
પણ ઈસુએ કીધું કે, “હવે બસ કર.” પછી ઈસુએ એના કાનને અડીને હાજો કરયો.
ઈસુએ કીધું કે, “હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરી રયા છે ઈ તેઓ જાણતા નથી.” અને અંદરો અંદર છીઠ્ઠીઓ નાખીને, એના લુગડા તેઓએ વેસી લીધા.
પણ ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં
તેઓ મારગે હાલતા હતાં, તેવામાં કોય એકે ઈસુને કીધું કે, “જ્યાં ક્યાય તું જાય ન્યા તારી વાહે હું આવય.”
સોર ખાલી સોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા હાટુ આવે છે. પણ હું ઈ હાટુ આવ્યો છું કે, તેઓ જીવન મેળવે અને ભરપૂર જીવન પામે.
જો કોય મારી વાતો હાંભળીને એને નો માંને, તો હું એનો ન્યાય નથી કરતો, કેમ કે હું જગતના લોકોનો ન્યાય કરવા નય, પણ જગતના લોકોને બસાવા હાટુ આવ્યો છું,
કેમ કે, પરમેશ્વરે પોતાના દીકરાને જગતમાં ઈ હાટુ નથી મોકલો કે, જગતના લોકોને સજા આપે, પણ ઈ હાટુ મોકલો કે, જગતના લોકો એની દ્વારા તારણ પામે.
દૃષ્ટતાથી તું હારી નો જા, પણ ભલાયથી દૃષ્ટતાને હરાવ.
આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું