Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 9:48 - કોલી નવો કરાર

48 પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 9:48
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


ઈ જ પરમાણે તમારા સ્વર્ગમાંના પરમેશ્વર બાપ આ નાનાઓમાંથી એક પણ ખોવાય જાય એવું ઈચ્છતા નથી.


ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.


તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”


તઈ હું જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ બોવ નાનામાંથી નાના એકને તમે કાય કરયુ નય ઈ હાટુ તમે મને પણ કરયુ નય.”


“જે કોય પણ આની જેવા એક બાળકને સ્વીકારે છે અને એની મદદ કરે છે કેમ કે, તેઓ મને પ્રેમ કરે છે, આ મને સ્વીકારવા જેવું છે, અને જે કોય પણ મને સ્વીકારે છે ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”


“જે કોય તમારુ હાંભળે છે, ઈ મારું હાંભળે છે, જે કોય તમારો નકાર કરે છે; ઈ મારો નકાર કરે છે, જે કોય મારો નકાર કરે છે, ઈ મને મોકલનારનો નકાર કરે છે.”


“જે કોય માણસ ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરાહે.”


પણ તમે એવા નો થાવ; પણ તમારામા જે કોય મોટો હોય, એણે નાના માણસ જેવા થાવુ જોયી, અને આગેવાનોને ચાકર જેવા થાવુ જોયી.


જેથી મારા રાજ્યમાં તમે મારી હારે મેજ ઉપર ખાહો-પીહો અને તમે ઈઝરાયલ દેશના બાર કુળોનો ન્યાય કરવા, રાજ્યાસન ઉપર બેહશો.


હું તમને હાસુ કવ છું, કે જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ પરમેશ્વરનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે, ઈ એની કરતાં મોટો છે.”


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મને મોકલનારાનો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને સ્વીકારે છે, અને જે કોય પણ મને સ્વીકારે છે, ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”


જેની પાહે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, ઈજ મારી ઉપર પ્રેમ રાખે છે; અને જે મારી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર મારા બાપ પ્રેમ રાખે છે અને હું એની ઉપર પ્રેમ રાખય અને એની હામે હું પોતાને પરગટ કરય.”


ઈ કારણથી જે આ નિયમોને નથી પાળતા ઈ કોય માણસના નય પણ પરમેશ્વરનાં નિયમોને નથી માનતા, જે પોતાનો પવિત્ર આત્મા તેઓને આપ્યો છે.


ઈ હાટુ તમે પોતાને પરમેશ્વર હામે નમ્ર કરો, જે રક્ષણ કરવામા સામર્થી છે, જેથી ખરા વખતે ઈ તમને વધારે માન આપે.


તેઓએ શહેરની દીવાલ પાયાની બારે પાણાની ઉપર બનાવી હતી અને દરેક પાણા ઉપર ઘેટાના બસ્સાના બાર ગમાડેલા ચેલાઓમાંના એક-એકનુ નામ લખેલુ હતુ.


હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ