46 ચેલાઓમાં વાદ-વિવાદ થાવા લાગ્યો, કે, આપડામાંથી મોટો કોણ છે?
ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.
કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.
બધુય કચ કચ અને કંકાસ કરયા વગર કરો.
પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા.
મે પેલા પણ મંડળીના વિશ્વાસીઓને એક પત્ર લખ્યો હતો, પણ દીયોત્રફેસ મારી કીધેલી વાતો માનવાથી નકાર કરે છે કેમ કે ઈ પેલાથી જ મંડળીનો વડીલ બનવા માગે છે.