45 પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.
તઈ પિતર એને એક બાજુ લય જયને ઠપકો દેવા લાગ્યો, “ઓ પરભુ પરમેશ્વર, ઈ તારાથી દુર રેહે, એવું એને કોય દિવસ નય થાય.”
તેઓ ગાલીલમાં હતા, તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું, માણસના દીકરાને વેરીઓના હાથમાં હોપવામાં આવય.
ઈ હાટુ, તેઓએ આ વાત મનમાં રાખી પણ તેઓએ આ વિષે અંદરો-અંદર સરસા કરી કે, મોતમાંથી પાછુ જીવતું થાવુ એનો શું અરથ છે?
પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.
પણ એમાંથી કોય તેઓને હમજાવામાં આવ્યું; નથી અને આ વાત તેઓથી ખાનગી રાખી, અને જે કેવામાં આવ્યું હતું ઈ તેઓ હમજા નય.
પણ આ જે વાત એણે તેઓને કીધી, એનો અરથ તેઓ કાય હંમજ્યા નય.
ચેલાઓમાં વાદ-વિવાદ થાવા લાગ્યો, કે, આપડામાંથી મોટો કોણ છે?
ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું.
ઈ હાટુ લોકોએ એને જવાબ આપ્યો કે, “મસીહ સદાય રેહે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી હાંભળુ છે તો માણસનો દીકરો ઉસો કરવો જોયી, એમ તમે કા કયો છો? ઈ માણસનો દીકરો કોણ છે?”
થોમાએ એને કીધું કે, “પરભુ, અમે નથી જાણતા કે તુ ક્યા જાય છે, તો અમે રસ્તો કેવી રીતે જાણી હકીયે?”
જેથી ચેલાઓએ એકબીજાને કીધું કે, “શું કોય એની હાટુ ખાવાનું લીયાવ્યા છો?”