અને જોવ, એક મેલી આત્મા એણે વળગે છે, અને ઈ એકા-એક હાદ પાડે છે; અને ઈ એને મવડી નાખે છે કે, એના મોઢામાંથી ફીણ કાઢે છે, અને છૂંદી નાખે છે, અને માંડ-માંડ કરીને મુકે છે,
પછી ઈસુએ એને જવાબ આપતા કીધુ કે, “આ પેઢીના લોકો વિશ્વાસ નથી કરતાં અને ઈ હાટુ તમારા વિસારો ભુંડા છે! ક્યા હુધી હું તમારી હારે રેય અને તમારું સહન કરય? પછી એણે દીકરાના બાપને કીધુ કે, તારા દીકરાને આયા લાવ.”
તમે બધાય જે સ્વર્ગમા રયો છો, તમારે રાજી થાવુ જોયી, પણ તમે જે પૃથ્વી ઉપર અને દરીયામા રયો છો, ભયાનક રીતેથી પીડાહો કેમ કે, શેતાન તમારી પાહે નીસે આવી ગયો છે અને ઈ બોવ જ ગુસ્સામા છે કેમ કે, ઈ જાણે છે કે એની પાહે કામ કરવાનો જાજો વખત નથી.