Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 9:41 - કોલી નવો કરાર

41 પછી ઈસુએ એને જવાબ આપતા કીધુ કે, “આ પેઢીના લોકો વિશ્વાસ નથી કરતાં અને ઈ હાટુ તમારા વિસારો ભુંડા છે! ક્યા હુધી હું તમારી હારે રેય અને તમારું સહન કરય? પછી એણે દીકરાના બાપને કીધુ કે, તારા દીકરાને આયા લાવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 9:41
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.


પણ એણે ઈ લોકોને જવાબ વાળ્યો કે, આ પેઢીના ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ, ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની, એને અપાહે નય.


પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.


ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.


ઈસુએ એને જવાબ દીધો કે, “ઓ અવિશ્વાસી લોકો ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? એને મારી પાહે લાવો.”


હું તમને હાસુ કવ છું કે, આ બધી હત્યાઓની સજા તમારી પેઢી ઉપર આયશે.


જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”


ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે.


જઈ ઈસુએ એને હાંભળ્યું, તો એણે હાલવાનું બંધ કરી દીધુ અને આજુ બાજુના લોકોથી એને લીયાવવાનું કીધુ કે, અને લોકોએ ઈ આંધળા માણસને બોલાવીને એને કીધુ કે, “ધીરજ રાખ, ઉઠ, ઈ તને બોલવે છે.”


આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપતા કીધુ કે, “ઓ અવિશ્વાસી લોકો, ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? ઈ છોકરાને મારી પાહે લીયાવો.”


તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”


એને કાઢવાની મે તારા ચેલાઓને ઘણીય વિનવણી કરી, પણ તેઓ એને કાઢી હક્યાં નય.”


ઈ આવતો હતો એટલે મેલી આત્માને એને પછાડીને એણે એને મવડો, પણ ઈસુએ એને ધમકાવો, અને છોકરાને હારો કરયો અને એના બાપને હોપ્યો.


ઈસુએ એને કીધું કે, “હે ફિલિપ, હું એટલા વખત તારી હારે રયો, તો પણ તુ મને નથી ઓળખતો? જેણે મને જોયો છે, એણે બાપને પણ જોયો છે, તુ કેમ કેય છે કે, અમને બાપ દેખાડો?


તઈ ઈસુએ થોમાને કીધું કે, “તારી આંગળી મારા હાથના છેદમાં નાખને જોય અને તારો હાથ મારી છાતીના પડખામા નાખીને અને શંકા કરવાનું બંધ કર અને વિશ્વાસ કરીલે.”


અને ઈ લગભગ સ્યાળી વરહ હુધી વગડામાં ખરાબ વરતન સહન કરતો હતો.


પિતરે ઘણીય વાતોના દ્વારા સાક્ષી દયને અને આ કેતા એને વિનવણી કરી કે તમે પોતાની જાતને આ ખરાબ લોકોથી બસાવો.


શું તુ પરમેશ્વરની દયા, સહનશીલતા અને ધીરજની મુડીને નકામી ગણ છો? અને શું આ નથી હમજતો કે, પરમેશ્વરની દયા તને તારા પાપોથી પસ્તાવો કરવાનું શીખવાડે છે?


એમા આપણને ખબર પડે છે કે, તેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું આ કારણે તેઓ આરામની જગ્યામાં પ્રવેશ કરી હક્યાં નય.


ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.


કેમ કે, જેમ આપડે હારા હમાસાર હંભળાવી, એમ જ ઈઝરાયલ દેશના લોકોએ પણ આરામની જગ્યામાં આવવા વિષે હારા હમાસાર હાંભળાવા હતા, પણ ઈ હારા હમાસાર તેઓની હાટુ નકામાં રયા કેમ કે, તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.


ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ