Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 9:39 - કોલી નવો કરાર

39 અને જોવ, એક મેલી આત્મા એણે વળગે છે, અને ઈ એકા-એક હાદ પાડે છે; અને ઈ એને મવડી નાખે છે કે, એના મોઢામાંથી ફીણ કાઢે છે, અને છૂંદી નાખે છે, અને માંડ-માંડ કરીને મુકે છે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 9:39
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પણ આ મેલી આત્મા એની ઉપર હુમલો કરે છે, તો ઈ એને નીસે પછાડી દેય છે. અને ભયંકર રીતે ધ્રુજવા મડે છે અને એના મોઢામાંથી ફીણ નીકળે છે, અને ઈ પોતાના દાંત ભીડવા મડે છે અને ઈ અક્કડ થય જાય છે અને હલતો નથી. મે તમારા ચેલાઓને મેલી આત્માને બારે કાઠવા હાટુ કીધુ, પણ તેઓ કાઢી હક્યાં નય.”


ઈ હાટુ તેઓ છોકરાને ઈસુની પાહે લાવ્યા અને જઈ મેલી આત્માએ ઈસુને જોયો તો ઈ આત્માએ ઈ છોકરાને મયડો, અને ઈ જમીન ઉપર પડયો, અને મોઢામાંથી ફીણ કાઢીને તડફડયો.


તઈ ઈ ભુંડી આત્માએ મોટી રાડ પાડીને એને બોવ મવડીને એમાંથી નીકળી અને છોકરો હલો નય. અને ઈ મરેલા જેવો દેખાણો, ઘણાય લોકો કેવા લાગ્યા કે, “ઈ મરી ગયો.”


ઈસુએ મેલી આત્મા વળગેલાને ધમકાવીને કીધું કે, “સૂપ રે! એનામાંથી નીકળી જા.” મેલી આત્મા એને બધાયની વસમાં નાખીને કાય પણ નુકશાન કરયા વગર એનામાંથી નીકળી ગય.


કેમ કે, ઈસુએ ઈ માણસમાંથી મેલી આત્માને નીકળવાનો હુકમ કરયો હતો કેમ કે, ઈ વારેઘડીયે વળગતું હતું. અને તેઓ એને હાકળોથી અને બેડીઓથી બાંધી રાખતા હતાં, પણ ઈ બંધનો તોડી નાખતો અને ઈ મેલી આત્મા એને વગડામાં લય જાતો હતો.


અને જોવ, ગડદીમાંથી એક માણસે મોટા અવાજે રાડ પાડીને કીધું કે, “ગુરુ, હું તને વિનવણી કરું છું કે, મારા દીકરાને મદદ કર; કેમ કે, ઈ મારો એકનો એક દીકરો છે.


એને કાઢવાની મે તારા ચેલાઓને ઘણીય વિનવણી કરી, પણ તેઓ એને કાઢી હક્યાં નય.”


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ