38 અને જોવ, ગડદીમાંથી એક માણસે મોટા અવાજે રાડ પાડીને કીધું કે, “ગુરુ, હું તને વિનવણી કરું છું કે, મારા દીકરાને મદદ કર; કેમ કે, ઈ મારો એકનો એક દીકરો છે.
જઈ શહેરના સીમાડા પાહે ઈ આવ્યો, તઈ તેઓએ જોયું કે, લોકો મરી ગયેલા માણસને બારે લય જાતા હતાં, અને ઈ એની માનો એકનો એક દીકરો હતો, અને ઈ રંડાયેલ હતી, શહેરના ઘણાય લોકો એની હારે હતા.
અને જોવ, એક મેલી આત્મા એણે વળગે છે, અને ઈ એકા-એક હાદ પાડે છે; અને ઈ એને મવડી નાખે છે કે, એના મોઢામાંથી ફીણ કાઢે છે, અને છૂંદી નાખે છે, અને માંડ-માંડ કરીને મુકે છે,
જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે.