28 ઈ વાતો કીધી એનાં છ દિવસ પછી ઈસુ પિતર, યોહાન, યાકુબને લયને તેઓ પ્રાર્થના કરવા ઉસા ડુંઘરા ઉપર ગયા.
ઈ લોકોને વિદાય કરીને, ઈસુ એકલો અલગ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા સડી ગયો; અને હાંજે ઈ ન્યા એકલો હતો.
તઈ ઘણાય લોકોની ગડદીને જોયને ઈસુ ડુંઘરા ઉપર બોધ દેવા હાટુ સડીયા, અને સમુહમાં બેઠા પછી, એના ચેલા એની પાહે આવ્યા,
હવારના પોરનો સુરજ ઉગા પેલા ઈસુ ઘણોય વેલો ઉઠીને બારે ગયો, અને ઉજ્જડ જગ્યામાં જ્યાં લોકો નોતા ન્યા જયને પ્રાર્થના કરવા લાગ્યો.
અને લોકોને વિદાય કરીને ઈસુ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા હાટુ ગયો.
જઈ બધાય લોકોને જળદીક્ષા પામી રયા હતાં, અને ઈસુ જળદીક્ષા લયને પ્રાર્થના કરતો હતો, એટલામાં સ્વર્ગ ઉઘડી ગયુ
પણ ઈ વગડામાં એકલો જુદો થયને પ્રાર્થના કરતો હતો.
ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.
ઈ ઘરમાં આવીને એણે પિતર અને યાકુબ યોહાન અને છોકરીના માં બાપ સિવાય કોયને અંદર આવવા દીધા નય.
ઈસુ એકલો પ્રાર્થના કરતો હતો, તઈ એના ચેલાઓ એની હારે હતાં, અને એણે પોતાના ચેલાઓને પુછયું કે, “લોકો મારી વિષે શું કય રયા છે?”
તઈ ઈસુ ડુંઘરા ઉપર ગયો ન્યા પોતાના ચેલાઓની હારે બેઠો.
આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવા આવવાનો છું કે, “કોય પણ આરોપ બે, કા ત્રણ સાક્ષીના મોઢેથી પુરાવો સાબિત થાવો જોયી,” એવું શાસ્ત્રમાં લખેલુ છે.
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;
કેમ કે, જઈ અમે પ્રેરિતોએ તમને આપડા પરભુ ઈસુ મસીહના સામર્થ્ય અને પાછા આવવાના વિષે બતાવ્યું, તો અમે તમને સાલાકીથી બનાવટી સંદેશો કેતા નોતા, પણ અમે મસીહનો મહિમા જોયો હતો.