લૂકની સુવાર્તા 9:26 - કોલી નવો કરાર26 કેમ કે જે કોય મારે લીધે અને મારી વાતોને લીધે લજવાહે; એને લીધે જઈ માણસનો દીકરો પોતાના અને બાપના અને, પવિત્ર સ્વર્ગદુતોની મહિમામાં આયશે તઈ ઈ લજવાહે. အခန်းကိုကြည့်ပါ။ |
જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”
પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”