19 ચેલાઓએ જવાબ દીધો કે, “યોહાન જળદીક્ષા દેનાર છે પણ કેટલા લોકો એમ કેય છે કે, તું એલિયા આગમભાખીયો છો કોય કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છો, જે પાછો જીવી ઉઠયો છે.”
હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”