પછી ઈ કોય એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. જઈ એણે પ્રાર્થના કરવાનું પૂરુ કરયુ, તઈ એના ચેલાઓમાંના એકે એને કીધું કે, “હે પરભુ, જેમ યોહાન જળદીક્ષા દેનારે એના ચેલાઓને પ્રાર્થના કરતાં શીખવ્યુ એવી રીતે અમને પણ શીખવાડ.”
ચેલાઓએ જવાબ દીધો કે, “યોહાન જળદીક્ષા દેનાર છે પણ કેટલા લોકો એમ કેય છે કે, તું એલિયા આગમભાખીયો છો કોય કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છો, જે પાછો જીવી ઉઠયો છે.”