15 ચેલાઓએ એમ જ કરયુ અને ખાવા હાટુ બધાયને બેહાડી દીધા.
કેમ કે, તેઓ આશરે પાસ હજાર માણસો હતા. એટલે એણે એના ચેલાઓને કીધું કે, “તેઓને પસાસ-પસાસની પંગતમાં બેહાડો.”
તઈ ઈસુએ પાસ રોટલી અને બે માછલી લયને, સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માન્યો, અને રોટલીઓ ભાંગીને લોકોને પીરસવા હાટુ એના ચેલાઓને દેતો ગયો.