54 પણ ઈસુએ એનો હાથ ઝાલીને મોટે અવાજે કીધું કે, હે દીકરી ઉઠ.
જઈ ટોળું બારે કાઢવામાં આવ્યું, તઈ ઈ અંદર ઓયડીમાં ગયો અને એને હાથથી પકડી અને છોકરી ઉભી થય.
તઈ ઈસુએ એની પાહે જયને એનો હાથ ઝાલીને એને ઉઠાડી, ઈસુએ એને તાવથી હાજી કરી અને એણે તેઓને ખાવાનું પીરસ્યું.
આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?”
પણ ઈસુએ એનો હાથપકડીને ઉઠાડયો, અને ઈ હાજો થયને ઉભો થય ગયો.
ઈ ઘરમાં આવીને એણે પિતર અને યાકુબ યોહાન અને છોકરીના માં બાપ સિવાય કોયને અંદર આવવા દીધા નય.
ઈ મરી ગય છે એમ જાણીને તેઓએ ઈસુની ઠેકડી ઉડાડી.
એનો જીવ પાછો આવ્યો અને તરત ઉઠી એણે એને ખાવાનું આપવાનું હુકમ દીધો
આ કયને એણે જોરથી કીધું કે, “લાજરસ, બારે આવ!”
જેવી રીતે બાપ મરી ગયેલા લોકોને પાછા જીવતા કરે છે, એમ જ દીકરો પણ તેઓને જીવન આપે જેઓને ઈ ઈચ્છે છે.
તઈ પિતરે બધાયને બારે કરી દીધા, અને ગોઠણયા ભરીને પ્રાર્થના કરી કે, એના દેહને જોયને કીધું કે, “હે તાબીથા ઉભી થા.” તઈ તાબીથાએ એની આંખુ ખોલી દીધી, અને પિતરને જોયને બેઠી થય.
જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.