તમે આ જગતના લોકો હાટુ મીઠાની જેમ છો; પણ જો મીઠું સ્વાદ વગરનું થાય તો તમે એને હેનાથી ખારું કરશો? પછી બારે ફેકવા અને માણસોના પગ નીસે સુન્દાવા સિવાય ઈ બીજા કાય કામનું નથી.
અમુક લોકો એવા મારગની જેવા છે, જેની ઉપર બી પડયું, જઈ તેઓ પરમેશ્વરનું વચન હાંભળે છે, તઈ શેતાન તરત આવે છે અને તેઓને ઈ બધી વાતો ભુલાવી દેય છે જે તેઓએ હાંભળી હતી.