49 હજી ઈસુ બોલતો હતો એટલામાં યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારના ન્યાંથી એક માણસે એને આવીને કીધું કે, “તારી દીકરી મરી ગય છે, ગુરુને તકલીફ શું કામ દે છો?”
જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”
તમારો ભાયબંધ તમને ઘરમાંથી જ જવાબ આપશે કે, “વયો જા, મને તકલીફ નો આપ, હમણાં કમાડ બંધ છે, હું મારા બાળકો હારે પથારીમાં છું, એટલે હું ઉઠીને તને રોટલી આપી હકુ એમ નથી.”