અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”
બાયે જોયું કે, ઈ પકડાય ગય છે, જેથી ઈ ધ્રુજતી-ધ્રુજતી આવીને ઈસુને પાહે પગે પડી. ઈ એને શું કામ અડી હતી અને પોતે કેવી રીતે તરત જ હાજી થય ગય ઈ વિષે ન્યા બધાયની હાજરીમાં એણે ઈસુને બધુય કય દીધું.
કેમ કે, જેમ આપડે હારા હમાસાર હંભળાવી, એમ જ ઈઝરાયલ દેશના લોકોએ પણ આરામની જગ્યામાં આવવા વિષે હારા હમાસાર હાંભળાવા હતા, પણ ઈ હારા હમાસાર તેઓની હાટુ નકામાં રયા કેમ કે, તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.