45 તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે.
પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” પણ તેઓએ ઈસુને કીધું કે, “અમારી પાહે પાંસ રોટલી અને બે જ માછલી છે એની સિવાય બીજુ કાય નથી; પણ હા, જો અમે જયને આ બધાય લોકો હાટુ ખાવાનું વેસાતું લીયાવી, તો આપી હકાય.”