Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 8:41 - કોલી નવો કરાર

41 તઈ યાઈર નામનો એક માણસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાનો એક અમલદાર હતો, અને એણે ઈસુના પગે પડીને વિનવણી કરી કે, મારા ઘરે આવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 8:41
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ વિશ્રામવારે ઈસુએ એને હાજી કરી, જેથી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારે ગુસ્સે થયને લોકોને કીધું કે, “છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવુ જોયી, ઈ હાટુ ઈ દિવસોમાં આવીને હાજા થાવુ જોયી, પણ યહુદી વિશ્રામવારે નય.”


ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.


ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”


કેમ કે, એને આશરે બાર વરહની એકની એક દીકરી હતી, ઈ ખાટલામાં મરવાની અણી ઉપર હતી, જઈ ઈસુ જાતો હતો તઈ ઘણાય લોકોએ એની ઉપર પડાપડી કરી.


હજી ઈસુ બોલતો હતો એટલામાં યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારના ન્યાંથી એક માણસે એને આવીને કીધું કે, “તારી દીકરી મરી ગય છે, ગુરુને તકલીફ શું કામ દે છો?”


માર્થાએ ઈસુને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત, તો મારો ભાઈ મરત નય.


નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”


તઈ બધાય લોકોએ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર મારયો, પણ ગાલિયોએ આ વાત ઉપર કોય પણ ઉપાદી નો કરી.


તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.


હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય.


જઈ એણે સોપડી લય લીધી, તો ઈ સ્યારેય જીવતા પ્રાણી અને સોવીસ વડીલો ઘેટાના બસ્સાની હામે દંડવત સલામ કરયા, દરેક વડીલે એક વીણા અને હોનાથી બનેલો પ્યાલો પકડેલો હતો, પ્યાલો ધૂપથી ભરેલો હતો જે ઈ લોકોની પ્રાર્થનાઓને દેખાડે છે જે પરમેશ્વરની સેવા કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ