39 “તારા ઘરે પાછો જા અને પરમેશ્વરે તારી હાટુ કેવા મોટા સમત્કાર કરયા છે ઈ જણાવ.” તઈ ઈ માણસ જયને આખા શહેરમાં કેવા લાગ્યો કે, ઈસુએ એની હાટુ કેવા મોટા-મોટા કામ કરયા હતાં.
પણ ઈ માણસ ઈ જગ્યાથી નીકળી ગયો અને જયને બોવ બધાય લોકોને બતાવ્યું કે ઈસુએ મને હાજો કરયો. એના લીધેથી ઈસુ ફરીથી જાહેરમાં નગરમાં જઈ નો હક્યો, પણ ઈ શહેરની બારે વગડામાં રયો, તો પણ સ્યારેય બાજુથી લોકો એની પાહે આવતાં રયા.
અને જઈ ઈસુ જાવા હાટુ હોડીમાં સડવા લાગ્યો, તો ઈ માણસ જેમાં મેલી આત્માઓ હતી, ઈસુને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.”
પણ ઈસુએ એને પોતાની હારે આવવાની રજા આપી નય, અને એને કીધુ કે, “પોતાના ઘરે જાયને પોતાના લોકોને બતાય કે, તારી ઉપર દયા કરીને પરભુએ તારી હાટુ કેવા મોટા કામો કરયા છે.”
પણ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળા હતાં, ઈ એને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.” પણ ઈસુએ એને મોકલતા કીધું કે,
જઈ ઈસુ પાછો આવ્યો, તઈ લોકોએ હરખથી આવકાર કરયો; કેમ કે, બધાય એની વાટ જોતા હતા.
“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”
પણ જો કોય પોતાના હગા-વાલાની ખાસ કરીને પોતાના પરિવારની જરૂરિયાત પુરી નો કરે, તો એણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો છે, અને ઈ અવિશ્વાસીથી પણ ભુંડો બની ગયો છે.