37 ગેરાસાની આજુ-બાજુના પરદેશના બધાય લોકોએ ઈસુને વિનવણી કરી કે, અમારી ન્યાંથી વયો જાય; કેમ કે તેઓને ઘણીય બીક લાગી હતી. પછી હોડી ઉપર સડીને ઈ પાછો ગયો.
તઈ જુઓ આખું ગામ ઈસુને મળવા બારે આવ્યું, અને એને જોયને તેઓએ વિનવણી કરી કે, અમારા પરદેશમાંથી વયો જાય.
અને જેઓ જોવા આવેલા હતાં ઈ લોકોએ ઈસુને વિનવણી કરીને કેવા લાગ્યા કે, અમારી હદમાંથી વયોજા.
“જે કોય તમારુ હાંભળે છે, ઈ મારું હાંભળે છે, જે કોય તમારો નકાર કરે છે; ઈ મારો નકાર કરે છે, જે કોય મારો નકાર કરે છે, ઈ મને મોકલનારનો નકાર કરે છે.”
ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”
એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.”
જે માણસમાં મેલી આત્માઓ હતી ઈ કય રીતે હાજો થયો ઈ જેઓએ જોયું હતું તેઓએ બીજા લોકોને કીધું.
પણ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળા હતાં, ઈ એને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.” પણ ઈસુએ એને મોકલતા કીધું કે,
“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”
પછી તેઓ બીજે ગામ ગયા.
અને જયને એની પાહે માફી માંગી, અને બારે લય જયને વિનવણી કરી કે, શહેરની બારે વયા જાવ.