32 હવે ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું. ઈ બધાય મેલી આત્માઓએ ઈસુને વિનવણી કરી કે, અમને ડુંકરાઓમાં અંદર જાવા દે. એણે તેઓને જાવા દિધા.
જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.
મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ ઊંડાણ ખાયમાં જાવા હાટુ હુકમ નો કર.”
મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને ઈ ટોળું ઢોરા ઉપરથી દરિયામાં પડીને મરી ગયુ
ઈસુએ જવાબ દીધો કે “તને પરમેશ્વરથી અધિકાર નથી દેવામાં આવતો, તો તારો અધિકાર મારી ઉપર નય રય, ઈ હાટુ જેણે મને તારા હાથમાં પકડાવો છે, એનો પાપ વધારે છે.”
હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.
જઈ હજાર વરહ પુરા થય જાહે તઈ શેતાનને જેલખાનામાંથી છોડી દેવામાં આયશે.