27 તઈ શહેરમાંથી એક માણસ ભેગો થયો, એને મેલી આત્માઓ વળગેલી હતી. ઈ ઘણાય વખતથી લુગડા પેરતો નતો, અને ઘરમાં નય, પણ મહાણમાં રેતો હતો,
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
જઈ તેઓ ઈસુની પાહે આવ્યા અને તેઓ, ઈ જેની અંદર ઘણીય બધી મેલી આત્માઓ હતી, એને લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.
જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પુગ્યા.
એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.”