26 જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પુગ્યા.
તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”
તઈ શહેરમાંથી એક માણસ ભેગો થયો, એને મેલી આત્માઓ વળગેલી હતી. ઈ ઘણાય વખતથી લુગડા પેરતો નતો, અને ઘરમાં નય, પણ મહાણમાં રેતો હતો,