25 તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”
તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”
તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.
તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય,