24 તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય,
તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”