તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.
અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા.