Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 8:14 - કોલી નવો કરાર

14 જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 8:14
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


પણ તેઓ રૂપીયાવાળા થાવા માગે છે અને તેઓ ઈચ્છે છે કે, તેઓની પાહે ઘણીય બધીય વસ્તુઓ હોય. ઈ હાટુ તેઓ ખાલી જે તેઓની પાહે છે ઈ વિષે સીન્તા કરે છે અને તેઓ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે અને તેઓ હારું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


“કોય પણ માણસ એક વખતે બે ધણીઓની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે; નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.”


એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.


પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.


પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.


બીજા કાંટામાં પડયા, કાંટાઓની જાળામાં પડયા, અને કાંટાની જાળાઓએ દબાવી દીધા.


જો કોય મારામાં રેતો નથી ઈ ડાળીની જેમ એને બારે નાખી દેવામાં આવે છે, અને ઈ હુકાય જાય છે પછી લોકો એને ભેગી કરી આગમાં નાખે છે, અને ઈ બળી જાય છે.


આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ