Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 8:13 - કોલી નવો કરાર

13 પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 8:13
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને એનાથી બીતો હતો, અને સિપાયોને એનુ રક્ષણ કરવા હાટુ લગાડયા, અને દરવખતે જઈ રાજા હેરોદ યોહાને બોલતા હાંભળતો, તઈ ઈ બોવ બીય જાતો, તો પણ એને આનંદથી હાંભળતો.


મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે,


જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.


જો કોય મારામાં રેતો નથી ઈ ડાળીની જેમ એને બારે નાખી દેવામાં આવે છે, અને ઈ હુકાય જાય છે પછી લોકો એને ભેગી કરી આગમાં નાખે છે, અને ઈ બળી જાય છે.


યોહાન જળદીક્ષા આપનારો તો હળગતો અને સમકતો એક દીવો છે, અને તમને થોડાક વખત લગી એના અંજવાળામાં રાજી થાવુ હારું લાગે છે.


જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે.


ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?


વિશ્વાસુ બન્યા પછી તમે બોવ દુખ ભોગવ્યું. હું હાસીન આશા રાખુ છું કે, આ દુખ નકામાં નોતા.


જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.


પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.


મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.


આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.


અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.


પણ આપડે ઈ વિશ્વાસ કરવાનું છોડી દેનારા અને નાશ થનારાઓમાંથી નથી, પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરનારા અને જીવના તારણ મેળવનારાઓમાંથી છયી.


જેમ દેહ જીવ વગર મરેલો છે, એમ જ વિશ્વાસ પણ ભલા કામો વગરનો મરેલો છે.


કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.


એની હારે જે થાય છે ઈ દેખાય છે કે ઈ કેવતો હાસી છે કે, જે કુતરા જેવા છે જે પોતાની ઉલટી સાટવા હાટુ પાછો આવે છે અને ઈ ડુકરા જેવો છે; જેને ધોવામાં આવે છે અને ફરીથી કાદવમાં હુવે છે.


તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ