11 દાખલાનો અરથ આ થાય છે: કે, બી પરમેશ્વરનું વચન છે,
હવે બી વાવનારનો દાખલો હાંભળો.
જઈ પરમેશ્વરનું વચન કોય હાંભળે છે, અને નથી હમજતો તઈ શેતાન આવીને એના મનમાં જે વાવેલું છે, ઈ હોતન ભુલાવી દેય છે. મારગની કોરે જે બી વાવેલું છે ઈ જ ઈ છે.
તઈ ઈસુએ તેઓથી પ્રશ્ન કરયો કે, “જો તમે આ દાખલાને નથી હમજી હકતા તો બાકી ઈ બધાય દાખલાઓને કેવી રીતે હમજી હકશો જે હું બતાવવાનો છું?
મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે,
ઈ હાટુ બધીય કચ કચ અને વેર-ભાવ વધવાથી રોકાયને, પરમેશ્વરનાં ઈ વચનને ભોળપણથી અપનાવી લ્યો, જે તમારા હૃદયમાં મુકવામા આવ્યુ, અને આ વચન તમારા જીવનનુ તારણ કરી હકે છે.