8 હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારી આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ એવુ કરે છે.
ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.”
પણ મને એના વિષયમાં કોય આરોપ નો મળ્યો કે હું મોટા રાજાને લખું. ઈ હાટુ હું એને તમારી હામે, અને વધારે કરીને હે રાજા આગ્રીપા તારી હામો લીયાવો છું કે, તુ એને પારખ તઈ મને કાય લખવા હાટુ મળે.