47 “ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.”
ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.
ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.