અને એણે પેલી બાઈ તરફ મોઢું ફેરવીને સિમોનને કીધું કે, શું આ બાયને તે જોય છે? હું તારા ઘરે આવ્યો, તઈ આપડા રીત રીવાજ પરમાણે તે મારા પગ ધોવા હાટુ મને પાણી આપ્યુ નય, પણ એણે મારા પગ આંહુડાથી પલાળીને પોતાના સોટલાથી લૂછા છે.
“ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.”