પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”
પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” ચેલાઓએ એને કીધુ કે, “શું અમે જયને બસો દીનારની એટલે (બસો દિવસની મજુરી બરાબર) રોટલીઓ વેસાતી લયને તેઓને આપી હકી?”
અને જે જાણયા વગર માર ખાવાનું કામ કરે, ઈ થોડીક માર ખાહે, એટલે જેને વધારે આપ્યુ છે, એની પાહેથી વધારે માગવામાં આયશે; અને જેને બોવ હોપવામાં આવ્યું છે, એની પાહેથી ઘણુય બધુય લેવામાં આયશે.
“ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.”