ન્યાયને દિવસે ઘણાય બધાય લોકો મને કેહે, હે પરભુ! હે પરભુ! અમે તારા નામથી આગમવાણી કરી હતી, તારા નામથી મેલી આત્માઓને કાઢી છે તારા નામથી ઘણાય બધા સમત્કાર કરયા હતા.
ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.
ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો?
ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”