પણ જે લોકો ઈ યુગના અને મરેલામાંથી જીવતા ઉઠવા હાટુ લાયક ઠરશે, તો તેઓ નય લગન કરે નય કે, ફરીથી મરશે, પણ ઈ સ્વર્ગનાં સ્વર્ગદુત જેવા હશે. અને મરેલામાંથી જીવતા થયાની લીધે ઈ પરમેશ્વરનાં બાળકો બનશે.
ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.