32 તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી પણ તમે નાસા નય, અમે હોગ કરયો પણ તમે રોયા નય,
વળી હવારે નવ વાગે બાર જયને સોક ઉપર બીજાઓને નવરા ઉભેલા જોયા.
આ પેઢીના માણસોને હું કોની હારે હરખામણી કરું? તેઓ કોના જેવા છે?
કેમ કે, યોહાન જળદીક્ષા આપનાર આવો તઈ ઈ ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષારસ પીતો નોતો અને તમે કીધુ કે, એને મેલી આત્મા વળગી છે.