31 આ પેઢીના માણસોને હું કોની હારે હરખામણી કરું? તેઓ કોના જેવા છે?
“ઈ હાટુ જે કોય મારી વાતો હાંભળે અને ઈ માંને છે, ઈ ડાયા માણસની જેમ કેવાહે, જેણે એનું ઘર પાણાના પાયા ઉપર બાંધ્યુ.
વળી ઈસુએ તેઓને બીજો દાખલો આપતા કીધુ કે, “જઈ પરમેશ્વરનાં રાજ્યમાં પોતે રાજાની જેમ દેખાહે આ કેવી રીતે થાહે? ઈ બતાવવા હાટુ હું કયો દાખલો વાપરી હકુ છું?
પણ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ જેઓને યોહાનને જળદીક્ષા નોતી આપી, તેઓએ પોતાની હાટુ પરમેશ્વરની ઈચ્છા નકારી દીધી હતી.
તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી પણ તમે નાસા નય, અમે હોગ કરયો પણ તમે રોયા નય,