28 હું તમને હાસુ કવ છું, કે જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ પરમેશ્વરનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે, ઈ એની કરતાં મોટો છે.”
હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે.
પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”