18 અને યોહાનના ચેલાઓએ આ બધીય વાતુ વિષે કયને જણાવું.
તઈ એના ચેલાઓ આવીને એના ધડને લય જયને દાટી દીધું અને જયને ઈસુને ખબર આપી.
તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”