16 એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”
જઈ લોકોએ જોયું કે, મુંગાઓ બોલતા થયાં, અને ખોટ ખાપણવાળાઓ હાજા થયાં, લંગડાઓ હાલતા થયાં, અને આંધળાઓ જોતા થયાં છે, તઈ તેઓ બધાય નવાય પામ્યા, અને ઈઝરાયલ દેશના પરમેશ્વરની મહિમા કરી.
તેઓ કોટને ભાંગી નાખશે અને બધુય નાશ કરી દેહે, તેઓ તને અને તારા દીકરાઓનો નાશ કરશે, અને એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેહે નય; કેમ કે, જે વખતે પરમેશ્વર તને બસાવવા માગતા હતાં ઈ વખતે તુ એને ઓળખી હક્યો નય!”
એણે તેઓને પુછયું કે, “ક્યા બનાઓ?” તેઓએ જવાબ દીધો કે, “ઈ વાતો જે ઈસુ હારે થય, એક માણસ ઈસુ નાઝારી જે આગમભાખીયો હતો. પરમેશ્વરે એણે મહાન સમત્કારો કરવા હાટુ અને હારા હમાસારનું શિક્ષણ આપવા લાયક બનાવ્યો છે. અને લોકોએ વિસારયું કે, ઈ અદભુત હતું.
ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.
ચેલાઓએ જવાબ દીધો કે, “યોહાન જળદીક્ષા દેનાર છે પણ કેટલા લોકો એમ કેય છે કે, તું એલિયા આગમભાખીયો છો કોય કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છો, જે પાછો જીવી ઉઠયો છે.”