15 તઈ જે મરેલો હતો ઈ ઊભો થયો, અને બોલવા મંડો અને ઈસુએ એને એની માંને હોપો.
તઈ ઈ પાહે આવીને ઠાઠડીને અડયો; અને કાંધિયા ઉભા રયા, તઈ ઈસુએ કીધું કે, “હે જુવાન, હું તને કવ છું કે, ઊભો થય જા!”
એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”