જઈ શહેરના સીમાડા પાહે ઈ આવ્યો, તઈ તેઓએ જોયું કે, લોકો મરી ગયેલા માણસને બારે લય જાતા હતાં, અને ઈ એની માનો એકનો એક દીકરો હતો, અને ઈ રંડાયેલ હતી, શહેરના ઘણાય લોકો એની હારે હતા.
પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.