10 સુબેદારના મોકલેલા લોકો જઈ પાછા ઘરે આવ્યા, તઈ તેઓએ માંદા ચાકરને હાજો થયેલો જોયો.
તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.
પછી ઈસુએ ઈ જમાદારને કીધુ કે, “ઘરે જા, જેવો તે વિશ્વાસ કરયો છે, એવુ જ તારી હારે થાહે.” ને ઈ જ ઘડીયે એનો સેવક હાજો થયો.
પણ ઈસુએ એને જવાબ દીધો કે, “તમને શંકા નો હોવી જોયી કે હું આ કરી હકુ! જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ રાખે છે, તો એના હાટુ બધુય શક્ય છે.”
થોડાક દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયો, અને એના ચેલાઓ, અને બોવ મોટો ટોળો એની હારે જાતો હતો.
ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.”